The World Federation is pleased to share with you the nominations submitted to us by you! Click here to find out who our community nominated for Fatima Inspires 2018.
૧૬ વરશ થયા, છતા મરહૂમ મુલ્લા અસગર એમ એમ જાફર ની યાદગાર હજી
એમનું સૌરભ લાંબો વખત ટકી રહ્યું છે.
“અલલાહ પાસે હું મારા અમલાનું સ્વીકાર નથી માંગતો, જેટલું હું અલલાહ પાસે દુઆ
કરુ છું કે મને એમના બંદાની સેવા કરવા મને તક આપે. જે દીવસે મને એ મોકો મળે
તો હું એમ સમજુ છું કે મારી પહેલની સેવા કબુલીયત મા ગણાય છ, અને હું એવી આશા
રાખું છું કે મારા છેલ્લા ક્ષવાસ સુધી પણ તે મોકો હોય અને જ્યારે અલ્લાહ તઆલા મને
પાછો બોલાવે, તો હું એમને એમ કહી શંકુ મારા રબ હું તારો શુખર ગુઝાર છું કે તે મને
ઝીદગી બક્ષી, તે મને ઝીદગી આપી.”
મરહૂમ મુલ્લા અસગરઅલી એમ એમ જાફર
નવેંબર ૨૫ ૧૯૩૭ - મારચ ૨૧ ૨૦૦૦
એમના કુટુંબ તરફથી
માસુમા હસન - ‘૧૯૯૮ મા મારી સફર એમેરીકા થઈ, મને મારા પપા માટે કઇ ભેટ લઇ
જવું હતું. મે એક પેપરવેઇટ જેમાં આકાર કરેલુ હતુ, જેમાં મારા બાપાના ગુણ હતા. એ
લખેલું હતું, “ સાચા નેતા સામાન્ય લોકો જેમાં અનોખું નીરધાર હોય !” કેટલું સાચું છે.
અબ્બાસ જાફર - ‘ હવે મને પુરેપુરુ સમજ્યા કે મારા બાપા કોઇ કામ કરવા પહેલા વધારે
વખત વિચારમાં ગુજારતા - એ થકી એમને અમારા સમાજમાં મહાન બદલાવ લાવવાની
જોગવાઈ હતી.
અખતર જાફર - ‘મારા બાપા ને હું સીતારાની જેમ પ્યાર કરતો જેમ - એ એક ચમકદાર
પ્રકાશનું દાખલો અને મારા દીલને એક ખુશીનું ક્ષણ હતું.’
સાદીકા નઝરઅલી - ‘ ગણા લોકો એમ સમજતા કે ઘરમાં અમારી ઝીદગી, મુલ્લા અસગર
સાથે લેકચરો અને મુસલ્લા ઉપર વધારે વખત, જરાય પણ નહી બલ્કે અમારું ઘર રમૂજી
અને હસવામાં હતું.’
નરગિસ કરીમ - ‘હમણાં સુધી હું જે કઇ કરુ તો મને ભા યાદ આવે છે અને હું એમની
ગેરહાજરી બહુજ મીસ કરુ છું , કે જ્યારે મને કઇ નીરણય લેવું હોય. એ હવે “જસટ
અ ફોન કોલ અવે” નથી. હું એમ માન્યતા રાખું છું કે મારા ભાઇની લેગસી હંમેશ રહેશે.’
હસન એમ એમ જાફર - ‘હું ચોક્કસ કબુલ કરુ છું કે બાપની જગ્યા એ, જે અસગરભાઇ
અમારા આખુ કુટુંબ ને ભોગ આપ્યું તે ખરેખર આક્ષય છે ! એટલું બધુ પ્રેમ, મમતા
અને માયા કે મારી પાસે શબ્દ નથી. હું અલલાહ પાસે શુખર કરુ છું કે અમને એટલી
અજોડ વ્યક્તી, અસગરભાઇ જેવી આપ્યા, જે હર વખત અમારી સેવા કરવા કઇ મોકો
શોધી રહ્યા હતા.’
રયહાના હસન - ‘જેમ હું સાંભળું છું એમને કામ કર્યા હતા અને જે લેગસી એ મુકી ગયા છે, હું ગરવ થી કહી શકાય કે હું એમની ડોયતરી છું. જે એમને કરયુ છે તેમની હું કઇ ગુણવત્તા ની કદર નથી
નથી લેતી પણ આશા અને દુઆ કરુ છું કે જે એમને સેવા કરી છે એમની ઝીદગી મા
હું એમનું અરધુ કરવાની હીમત મને અલલાહ આપે.’
શાહીદ હસન જાફર - ‘જેટલી અમે સફર કરે મીડલ ઇસટ, યુરોપ કે નોરથ એમેરીકા,
લોકો હંમેશ એમને એટલું આદરભાવ આપે છે અને બઘાય પાસે એમની કોઈક બનાવ
સાંભળવાનું મળે, જે તેઓનિ ઝીદગી મા પ્રભાવ લાવ્યા છે, એ એવા નેક શખસ હતા.’
મરહૂમ મુલ્લા અસગર એમ એમ જાફર, પ્યારથી મુલ્લા સાહેબ ઓળખાતા,
આજે ૨૦ મારચ ૨૦૧૬, ૧૬ વરશ વીતી ગયા એ આ દુનીયા મુકી ગયા.
એ વ્યક્તી જેમની વારસમાં આજે એમના પ્રવચન થી લોકો ની ઝીદગી
મા બદલાવ લાવે છે.
મુલ્લા સાહેબ એક વીશીષટ, એવી વ્યક્તી, દોસ્ત, વીજ્ઞોસપુરણા, પ્રેમાળ
કુટુંબ શખસ, આલીમ અને મરજા એમના વખતમાં મોટા પ્રમાણ મા ફખી
કેહલાતા. કોઈને એમના વીશે પુછો અને એમના જુદા કોલીટી નું લક્ષણ
મળે. સજજાદ વરતેજી મરહૂમ મુલ્લા સાહેબના આદરમાં લખે છે, ‘એક
વખત એક “સુંદર” વ્યક્તી જે બહુજ કીમતી જેમ એક ઇન્સાન ના સુરત
મા આવ્યા. અમે એ કીમતી જેમ ને અમારા ખઝાના મા રાખે છે, આ ઇન્સાન
ના રૂપ મા “કીમતી જેમ” અમારા દીલમા, સવાસમા, અને વીચારો મા
સમાએલુ છે મરતા દમ સુધી.
આ ભાગ્યેજ મળી આવતું ‘કીમતી જેમ’, ફરીશતા, ઇન્સાન ના સુરતમાં
મુલ્લા અસગર હતા. એ ઇ “જેમ” હતા કે જે ડીવોશન, ડેડીકેશન અને
જવાબદારી પુરી કરવા સેલફલેસ સમાજ સેવા આપતા શીઆ જમાતના
વ્યક્તી ને, સપુરણ સ્પષ્ટ ખાસ કરીને શીક્ષણ કેળવની મા. બધા જે તેમની સાથે જોડાએલા હતા, તેમને પ્યાર થી મુલ્લા સાહેબ બોલાવતા. એમની આગાહી
અને કલ્પના સાચા જોવા મળે છે, જાણે કે એમને આવનારનુ સમય નું દેખાવ
બોલી કે વાંચી ને લખાવેલું કદમ, કદમ કોઇ નહી પણ આપણા ઇમામે
ઝમાના તરફથી.
ઓનઅલી સાલેહમોહમદ, લખે છે, “જ્યારે પણ મુલ્લા સાહેબ ઇનડીયા આવતા
હજારો લોકો એમની મુલાકાત માટે આવતા અને એમના લેકચર સાંભળવા અને
જુદા જુદા ઇશુઝ ઉપર ચર્ચાવીચારણ કરતા, જેમાં પોલીટીકસ, ચેરીટી
અને દીન ની બાબત મા. એમને બધા ચર્ચા ની જાણકારી અને ઊંડું સૂઝ હતું.
આલીમો અને મોલવી એમની મુલાકાત લેતા અને એમની સાથે ચર્ચાવીચારણ
અને વાદવિવાદ કરતા. એમના ઇનતેકાલ પછી, એવી સભા નથી.”
અહમદ ડુંગરસી, મુલ્લા સાહેબ ના આદર લખે છે, ‘સ્ટેનમોર મસીદ જે અમે કહેશે અમારી સ્થાપના, એમના ઉત્સાહ અને પ્યાર થી સુંદર અને સરળ જે
એ હર વખત લોકોને પ્યાર અને ઉમંગ થી દેખતા. મુલ્લા સાહેબ હમેશાં
લોકો ને મદદરુપ હતા, જે કોઇ હોય અને બધા ને સરખું જ આદર અને
ગૌરવ આપતા. એમનું સખાવત કામ માની ન શકાય એવું હતું એમના
કઠણ કામ ની સફળતા આજ સુધી દેખાય છે. એમનું ખાસ હેતુ, દુનીયાભર
ખોજા જમાત ને જોડવું અને બેશક એમને વલરડ ફેડેરેશન ની હસ્તે
મેળવ્યા. અમે એમની પાસે શીખ્યા એક બીજા સાથે કેવો વર્તાવ કરવું
અને એમપથી અને હમબલનેસ શીખ્યા.’
હસનૈન વાલજી આદર લખે છે: ‘જ્યારે અમે મરહૂમ મુલ્લા સાહેબ ની મરણ
સંવત્સરી મારક કરે છે, મને એમના અનંત શબ્દો યાદ આવે છે જે વખતસર
જરુરીયાત સમજવા અમારા જમાત ની ધ્યેજ સમજવું :
“ વખત આવી ગયો છે,” એમને કહ્યું, “ કે આપણે અમારા ધ્યેજ ઓળખે.
આપણે શું જરુરી છે ? અમારી ફરજ છે કે સમાજ દરેક કામ મહેરબાની
અને ખરા દીલથી અલલાહ ની જ ખુશનીદી માટે કરે.”
એજ વખતે એમને સાબીત કર્યા વીશીષટ ગુણની જવાબદારી આપણી
જમાત મા, એમને કહ્યું , “ અમને ઉચે વધવું છે સ્વારથી અને સામાન્ય લોકોથી
બહુજ ઊંચું અને પ્રતાપી.”
આ હાસીલ કરવા માટે એમને ૧૯૭૫ મા નીરભયપણે અભીપારય ધારણા
કર્યા, “સિવાય કે આ જમાત ના યુવકો તૈયાર રહે અને કમરપટો મજબૂત
બાંધે જમાત ની સેવા સામરય રીતે, તો આ જમાત ના હારડકોર ટરેડીશનલીસટ એમની સામે લાંબું ડગલું નહી ભરી શકે.”
અમે યાદ આવે છે એ વ્યક્તી જેમાં કુદરત ની બક્ષીશ હોય, મોટા દીલથી કે
જેમાં કોઇ તીરસકાર ની જગ્યા ન હતી, ફક્ત એમની સમાજ માટે પ્યાર હતું.
અલલાહ એમની રુહ ને મગફેરત આપે, અને દુનીયા ના લોકો ખાસ કરીને
ખોજા શીઆ ઇથનાઅશરી ધારમીક સંધ, શુખર અદા કરે આપણા માલીક નો
કે જેમને મુલ્લા અસગર એમ એમ જાફર ને આપણા સાથે રાખ્યા આ દુનીયામા
અને અનુકરણ કરવા એમનું સ્વભાવ અને સુંદર વીચારો નું લાભ મલ્યું .
ચાલો આપણે બધા મળીને શકતી ની માત્રા થી કામ કરે આપણી સમાજ માટે
-
એજ જમાત જેમના માટે મરહૂમ મુલ્લા અસગરે એમની ઝીદગી
વફાદારી થી સેવા કરી.
મહેરબાની એક સુરએ ફાતેહા થી મરહૂમ મુલ્લા અસગર અને બધા
મરહુમોને બક્ષી આપે. અલ ફાતેહા !
Related News
Related News
With great sadness, The World Federation extends heartfelt condolences on the passing away of Marhum Aunali Fidahussein Rashid Moledina from Toronto. Click here to read more.
Click here to register your space for the upcoming Muslim Convention Event "In Search of A Homeland, A Quest For an Identity"